Wednesday, May 8, 2013

સાદો વર્તમાનકાળ ( Simple Present Tense )


સાદો વર્તમાનકાળ ( Simple Present Tense )

યાદ રાખો :
૧. આ કાળ સામાન્ય રીતે દરરોજ, અવારનવાર, હંમેશા, વારંવાર, ક્યારેક, દર અઠવાડિયે, દર મહીને, દર વર્ષે, જેવી ક્રિયાઓ   માં વપરાય છે.
૨. સનાતન સત્ય, કહેવતો માટે.
૩. વૈજ્ઞાનિક અને ગણીતિક સિદ્ધાંતો માટે.
દા. ત.
P  =  રામ દરરોજ પૂજા કરે છે.
N  =  રામ દરરોજ પૂજા કરતો નથી.
P  =  માનસી અવારનવાર ગીત ગાય છે.
N  =  માનસી અવારનવાર ગીત ગાતી નથી.
P  =  સોનલ દર અઠવાડિયે ગાડી ચલાવે છે.
N  =  સોનલ દર અઠવાડિયે ગાડી ચલાવતી નથી.
P  =  અમિત દર વર્ષે નવો ફોન ખરીદે છે.
N  =  અમિત દર વર્ષે નવો ફોન ખરીદતો નથી.
P  =  સોહમ દર મહીને ઘરે આવે છે.
N  =  સોહમ દર મહીને ઘરે આવતો નથી.
સનાતન સત્ય
સૂર્ય પૂર્વ માં ઉગે છે.
બ્રમાંડમાં અગણિત તારા છે.
સૂર્ય એક તારો છે.
કહેવતો :
ઉતાવળે આંબા ન પાકે.
મન હોય તો માંડવે જવાય
વૈજ્ઞાનિક સિદ્ધાંતો :
પાણી પ્રવાહી છે.
ગણીતિક સિદ્ધાંતો :
૧૦ ૧૦ = ૦ થાય છે.
Use   -  Active Voice
Sub + V, (s,es) + obj
Sub  +  do/does + NOT + v1 + obj
Do/does + sub + v1 + obj + ?
Wh + do/does + NOT + sub + v1 + obj + ?
Use   -  Passive Voice
Obj + is/am/are + NOT + v3 + by sub
is/am/are + NOT + obj + v3 + by sub + ?
Wh + is/am/are + NOT + obj + v3 + by sub + ?

No comments:

Post a Comment