Tuesday, April 8, 2014

conjuction(સંયોજકો)



Conjunction (સંયોજકો)
       વાક્યમાં ઘણીવાર બે વાક્યો કોઈ એક શબ્દ થી જોડાયેલા હોય છે.આ બે વાક્યોમાં બે મુખ્ય વાક્ય અને બીજું ગૌણ વાક્ય પણ હોય છે.આ સંયોજકો બે વાક્યોને Co-ordinal કરે એટકે કે જોડે તેને આપણે Conjuction  તરીકે ઓળખીએ છીએ. આવા સંયોજકો સમય,પરિણામકારણ અને વિકલ્પ સૂચવે છે.અહીયા કેટલાક Conjuction ને ઉદાહરણ સહીત સમજાવવામાં અવ્યા છે.

(1)  And:- અને
બીજા વાક્ય દ્વારા આગલા વાક્યનાં અર્થમાં કંઈક ઉમેરો થાય ત્યારે
 ‘And’સંયોજક નો ઉપયોગ થાય છે.
Eg., policeman ran fast and caught the thief.

(2)  But:- પરંતુ
     બે વાક્યમાં પરસ્પર વિરોધનો ભાવ દર્શાવતો હોય ત્યારે ‘But’સંયોજક નો ઉપયોગ થાયછે.’yet’ પણ વિરોધ નો ભાવ દર્શાવે છે. તેનો પણ આ પ્રકારે ઉપયોગ થાય છે.
Eg., policeman ran fast but he could not catch the bus.


(3)  Though:- જોકે,છતાં
આ સંયોજકો પરસ્પર વિરોધ નો ભાવ દર્શાવે છે.
 તે વાક્યની શરૂઆતમાં આવે છે. ક્યારેક વચ્ચે પણ અર્થ અનુરૂપ ગોઠવાય છે.આ અર્થમાં Even if, Even though ,Although વાક્ય ની શરૂઆતમાં અથવા અર્થને અનુરૂપ વચ્ચે પણ આ સંયોજકનો ઉપયોગ થાય છે.
Eg., Though Priya  worked hard,she could not succeed.


(4)  Or/Otherwise:- અથવા/નહીતર.બે માંથી એક બાબત નો સ્વીકાર કરવો પડે તેમ હોય,ત્યારે ‘અથવાકે ‘નહીતર’ ન અર્થ મુજબ આ સંયોજક મુકાય છે.
Eg,.-> work hard or go home
            ->work hard otherwise you will not get more marks.


    (5) So/therefore:- તેથી,પહેલા વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં કારણ સૂચવાય ત્યારે ‘so’કે ‘therefore’ નો સંયોજક તરીકે ઉપયોગ થાય છે.
e.g.,->Priya did not work hard therefore she could not get good marks.
       ->She was healthy so she can join the N.C.C.


   (6)Because :- કારણકે-પ્રથમ વાક્યના અનુસંધાને બીજા વાક્યમાં કારણ સૂચવાય ત્યારે Beacause નો સંયોજક તરીકે ઉપયોગ થાય છે.
   e.g->She could not join the N.C.C.beacuse she was ill.
         ->’Since’પણ કારણકે ન સંદર્ભ માં વપરાય છે.
   e.g.Since it was raining,could not go to school.


(7)Either…or:-બે માંથી એક

       ‘Either…..or’ નો ઉપયોગ કરતા અથવા કર્મના સ્થાને બે ભિન્ન ભિન્ન નામની આગળ વિકલ્પ સૂચવવા વપરાય છે.આવોજ ઉપયોગ ભિન્ન ભિન્ન વિશેષણો ,ક્રિયાપદો કે ક્રિયા વિશેષણોનાં વિકલ્પ સૂચવવા થાય છે.
e.g.->You can take either tea or coffee
     ->He is either a teacher or a writer


(8)Neither…..nor:- બે માંથી એક પણ નહી.
        ‘Neither……nor’ એટલે બે માંથી એક પણ નહી,એટલેકે બે ભિન્ન ભિન્ન કરતા , કર્મ,નામવિશેષણનાં ક્રિયાપદો ,કે ક્રિયા વિશેષણોમાંથી એક પણ નહી.આ સંયોજક પણ બે વાક્યો ને ઉપરોક્ત ભાવાર્થ મુજબ જોડે છે.
e.g.->Neither Geeta nor Priya can join the camp.



(9)When:- જયારે-ત્યારે
      ‘when’એટલે ‘જયારે ‘,જેમાં ત્યારેનો અર્થ પણ સમાવિષ્ટ છે.અમુક સમયે કઈક બને ત્યારે તેના અનુસંધાને બીજી કોઈક ઘટના બને છેતેને સૂચવવા આ સૈયોજક વાક્યની શરૂઆત માં અથવા વચ્ચે વપરાય છે.
Eg..When I went my home , my mother was watching T.V.
    ->Bird fly from the nest, when the sunrises.

(10)While:- જયારે-ત્યારે
       ‘while’એટલે પણ ‘જયારે-ત્યારે. સામાન્ય રીતે ‘white’ચાલુ ભૂતકાળ દર્શાવે  છે. તેના દ્વારા ક્રિયા લાંબો સમય ચાલી તે સૂચવાય છે.
e.g:-I saw kapil Dev, White I was crossing the road.

(11)Till/Until:-જ્યાં સુધી –ત્યાં સુધી
     ‘Till/Until’ એટલે અમુક સમય સુધી.જ્યાંસુધી-ત્યાંસુધી’ આ બંને સંયોજકો એક બીજા ન બદલે વાપરી શકાય છે.પણ મોટે ભાગે ‘Until’નકાર વાક્યના અનુસંધાને વધુ વપરાય છે.
e.g.->Keep quiet, till I come.
->Don’t go until he finish the work.


(12)Before:-પહેલા
       બીજી ક્રિયા પહેલા કોઈ ક્રિયા થતી હોય તે સૂચવવા ‘Before’ સંયોજકોનો ઉપયોગ થાય છે.
e.g.->Finish your work, before yougo.



(13)After:-પછી
     કોઈ ક્રિયાના અનુંસંધને અથવા બીજી ક્રિયા થાય છે તે સૂચવવા ‘After’ સંયોજકનો ઉપયોગ થાછે.
e.g.You can go after you finish your homework.

(14)If:-જો/તો
   If ‘જો’ , ’તો’.આ શબ્દ શરતનો ભાવ સૂચવે છે.
e.g.->You can do it ,if you work hard.
      ->If he ran fast,he could catch the thief.

(15)Unless:-જો નહી તો
       Unless ની અંદર નકારનો અર્થ આવી જાય છે.’Unless’દ્વારા પણ ‘શરતનઓ ભાવ સૂચવાય છે.
e.g..You can’t do it , unless you work hard.
->unless you ran fast , you will not reach there.


No comments:

Post a Comment